The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
16
6.8k
17k
મારુ લખાણ કે શબ્દો એટલે.... મારા અનુભવોનો નિચોડ, મારા સપનાઓ, મારી ઈચ્છાઓ, મારા વિચારો, અને મારું પ્રિય એવું એકાંત....#સ્મરણ....સાંઈસુમિરન....
મનગમતો સાથી પામી ને, જીવન થઈ ગયું ધન્ય મારું, ને એટલે જ એ બની ગયો, અપ્રિતમ જીવનસાથી મારો, જીવનની હરેક પળે અમે, ઝંખીએ એકમેકનો સાથ, હોય સુખ કે દુઃખની પળો, એકમેકનો બનીએ સહારો, આવતી રહે ભરતી ને ઓટ, ન ચલિત થાય પ્રેમ અમારો, સમજદારીની એક અનોખી, મિશાલ છે સંબંધ અમારો. - સીમરન જતીન પટેલ #સાથી
#પતંગ નથી આવડતી મને ઉડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવાનું એ મારું કામ નહીં.
#ચુંબન આજે જો આવે વરસાદ તો તારી સંગ ભીંજાવું છે ઓ વ્હાલમ મારા, ખુલી આંખનું આ શમણું મારું જોને કેવું સોહામણું છે ઓ મારા વ્હાલમ, વરસાદી બુંદ જે પડે તારા અધરે ઝાકળ સમાં લાગે છે ઓ મારા વ્હાલમ, તે પળેપળ મારે તારા અધરે દઈ ચુંબન તુજમાં જ ઓગળવું છે ઓ મારા વ્હાલમ.. - સીમરન જતીન પટેલ
#ચુંબન નિઃસ્વાર્થ પ્રેમની અસંખ્ય ઉર્મિઓ સાથે મળે છે, ત્યારે જ શક્ય બને છે પ્રિયજનનું વ્હાલ ભર્યું એક ચુંબન લલાટે.. - સીમરન જતીન પટેલ
#અભિવ્યક્તિ ન ફાવે મને શબ્દોથી કરતા પ્રેમની અભિવ્યક્તિ, બસ તારા સ્મિતનું કારણ બની રહું એમાં જ દેખાય મને આસક્તિ. - સીમરન જતીન પટેલ
હસતા હોઠ, હરખાતું હૈયું ને, વાટ નિરખતી આંખલડી, જાણે યમુના તટ પર શ્યામની યાદમાં રાધા બેઠી લઈને શ્યામની વાંસલડી. - સીમરન જતીન પટેલ
મારા પતિદેવ માટે રચિત હ્રદયસ્પર્શી રચના તને ગોતું તો ગોતું ક્યાં ક્યાં..?? https://www.facebook.com/gujaratijokes/posts/3246951651986301 હું તને ગોતું તો ગોતું ક્યાં?? તું કે મને કે... હું ગોતું તને ક્યાં ક્યાં?? શીદ કરે તું મને આમ હેરાન?? તું આવ ને કર મારી મૂંઝવણ દૂર... ન તડપાવ મને આમ... હું છું તારામહીં...ન શોધ મને આમ અહીંતહીં.. ખુદમાં જ જા ડૂબી ને થઈ જા ખુદના જ પ્રેમરસમાં તરબોળ.. હું છું તારા નસેદાર નયનોમાં.. જ્યારે તું મને યાદ કરે છે આંખો બંધ કરી મારી તસ્વીર નિહાળવા.. હું છું તારા થોડા વધુ ઉપસી આવેલા ગાલે.. જ્યારે તું મને યાદ કરે મનોમન હસી મારા ગુલાબી ગાલ ખેંચવા ઇચ્છતો.. હું છું તારા મદભર્યા અધરો પર.. જ્યારે તું મને યાદ કરી પ્રેમભર્યા ગીતો ગુંગુનાવી પ્રેમરસ પાવા ઇચ્છતો... હું છું તારા આતુર એવા કર્ણમાં.. જ્યારે તું મને યાદ કરતા કરતા મારો મધુર અવાજ સાંભળવાની ઝંખના કરતો.. હું છું તારા એ કાળા સુંવાળા કેશમાં.. જ્યારે તું મને યાદ કરે ને ઇચ્છતો કે મારા કોમળ ટેરવાઓનો થાય ત્યાં હળવે હળવે સ્પર્શ... હું છું તારા એ મજબૂત પંજાની પકડમાં.. જ્યારે તું મને યાદ કરી વિચારતો કે હાથમાં આવે એનો નાજુક હાથ તો ન છોડું કદીયે.. હું છું તારા એ સદાય અધ્ધર રહેતા વિશાળ લલાટે.. જ્યારે તું મને યાદ કરી મારા લલાટ ને ચૂમવા માંગતો.. હું છું તારી એ ચોતરફ ફેલાયેલી બાજુઓમાં.. જ્યારે તું મને યાદ કરીને મુજ નમણી કાયાને બાથમાં જકડી લેવા ચાહતો.. હું છું તારી એ હરેક પગલાં ની આહટ માં... જ્યારે તું મને યાદ કરી વિચારતો કે કઈ રાહ મને તારી સમીપ લાવશે ને પછી હું તારા એ પગે પાયલ પેહરાવું... હું છું તારા ધકધક કરતા ધબકતા હ્ર્દયમહીં.. જ્યારે તું મને યાદ કરતો ત્યારે ક્યારેક એકાદ ધબકાર ચૂકી જતો કે ક્યારેક એવો તે હાંફતો શોધતો મને મારા ધબકારને તારા ધબકારમય કરવા.. હું છું તારી રગેરગમાં ગતિમાન એવું લોહી.. જ્યારે તું મને યાદ કરતો તો એ લોહી વધુનેવધુ ગતિમાન થઈ તને મારી તરફ આવવા પ્રેરતું... હું છું તારા શ્વાસેશ્વાસમાં શ્વસતી હવા.. જ્યારે તું મને યાદ કરતો અને મલકતો કે મારા ને તારા શ્વાસ એકબીજામાં ભળી જાય તો કેવું... હું છું તારા રોમેરોમમાં પ્રફુલ્લિત એક એવી ખુશ્બૂ.. જ્યારે તું મને યાદ કરતો ત્યારે એક અલગ જ દુનિયામાં સરી જતો અને મને ખુદના સમક્ષ નીરખતો.. હું છું તારા મનમાં અવિરત ચાલતા રહેતા વિચારો.. જ્યારે તું મને યાદ કરતો ને મને વિચારતો કે હું કેવી હોઈશ એ વિચારોની રચના હું.. હું છું તારા લખાણના શબ્દોના ગહનઅર્થમાં.. જ્યારે તું મને યાદ કરી કાંઈક લખતો ને પછી એક રહસ્ય સમાન તું મને ને હું તને સમજવા પ્રયાસ્તા.. હું છું તારા તને ખુદ ના જ હર સ્પર્શમાં.. જ્યારે તું મને યાદ કરે ત્યારે તને અંતરમાં જે એહસાસની અનુભૂતિ થતી એ પ્રેમાળ સ્પર્શ છું હું.. # સીમરન જતીન પટેલ "સાંઈ"
लॉग इन करें
लॉगिन से आप मातृभारती के "उपयोग के नियम" और "गोपनीयता नीति" से अपनी सहमती प्रकट करते हैं.
वेरिफिकेशन
ऐप डाउनलोड करें
ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser